Thank You Shri Narendra Modi આભાર નરેન્દ્રભાઈ મોદી

અમે ડિસેમ્બર ના ત્રીજા અઠવાડિયામાં કચ્છ ગુજરાતના પ્રવાસે ગયા. તે દરમ્યાન ૨૦ ડિસેમ્બર ૧૨ ના દિવસે અમે સૌ માંડવી ના દરિયા કિનારે હતા. ત્યાં સૂર્યાસ્ત મન ભરી ને માણ્યો. ત્યાં દરિયા કિનારે એક બાફેલા ચણા મસાલા ના ફેરિયા રમણભાઈ સાથે થયેલ વાતચીત રજુ કરું છું. તેજ દિવસે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર ૧૧૬ બેઠક મેળવી સ્પષ્ટ બહુમતીથી ચુંટાઈ આવ્યા હતા અને ગુજરાત ના છેવાડાનાં લોકોની સાથે તેમની જરૂરત પૂરી કરી કેવું અનુસંધાન મેળવ્યું છે તે વ્યક્ત થાય છે. રમણભાઈની વાતચીત દર્શાવે છે કે નરેન્દ્રભાઈ કે તેમના જેવા સમર્થ નેતા જો દેશ ને મળે તો પૂજ્ય ગાંધીબાપુ ની કલ્પના ની આઝાદી હાથવેંત લાગે છે. રમણભાઈ જેવા કોમન માણસને નિયમિત રોજો રોટી મળે તે માટે જેમ ગુજરાત માં છેલ્લા ૧૦ વર્ષ થી શાંતિ છે તેમજ ગુજરાત નો પ્રચાર પ્રસાર થાય છે તે દરેક ના ફાયદા માં છે અને આવું સમગ્ર ભારત માં થાય.
રમણભાઈ ના ચહેરા પર ખુશી હતી.
રમણભાઈ: ચાલો સારું થયું નરેન્દ્રભાઈ આવી ગયા. એવો જીતે તે માટે મેં દરિયા લાલ ની માનતા રાખી હતી.
અમે: કેમ તમે આવી માનતા રાખી ….?
રમણભાઈ: સાહેબઆજ સફેદ રેતી, આજ સફેદ રણ, આજ કાળો ડુંગર વર્ષો થી હતા. અમે તો નવરા ધૂપ હતા …ગામ માં રોજી રોટી મળે નહી એટલે અમે દેશ દેશાવર જઈ ને વસ્યા હતા…ભલું થાજો નરેન્દ્રભાઈ અને તેમની સરકાર નું કે તેમણે કરેલ પ્રચાર ને કારણે કેટલા બધા પ્રવાસી આવે છે…અને અમને સાંજ ના છેડે ૬૦૦ થી ૭૦૦ રૂપિયા વકરો થાય છે….
અમે કચ્છ માં ૪ દિવસ ફર્યા. બધે ખુબજ ઉત્સાહનું વાતાવરણ જોયું. કચ્છ ની વારસાગત ચાલી આવતી કળા ઉદ્યોગ ને પ્રવાસીની સંખ્યા માં થયેલ વધારાથી નવું જીવન મળ્યું છે. અમો છેલ્લે દિવસે ભુજ માં હતા ત્યાં ના રીક્ષાવાળા કહે સાહેબ, જો-જો કચ્છ ઝાલ્યું ઝલાઈ નહિ તેવું થશે ..
અને આવું ઉત્સાહ અને આનંદ ભરેલું વાતાવરણ આખા ગુજરાત માં છે.
આખું ભારત ગુજરાત પર નજર રાખી ને બેઠું છે…..ભારત નો ડંકો વાગશે એક દી ….ભારત માં શાંતિ થશે ..બધા ની ઈચ્છા પૂરી થશે …
એક સંસ્કૃત શ્લોક :
सर्वे भवन्तु सुखिना: सर्वे भद्राणि पश्यन्तु …सर्वे सन्तु निरामया ..मा? कस्चेद दुखः भाग भावेत..
औम शान्ति :औम शान्तिः औम शान्तिः
અસ્તુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *