Let there be peace everywhere સર્વત્ર શાંતિ વિસ્તરો

મારી અનુભૂતિ …૨ દિવસ ની વિપશ્યના ની લઘુ શિબિર ………..

ખુબજ ઉમંગ અને ઉત્સાહ થી છાયા અને હું ૨૭/૩/૨૦૧૩ ના દિવસે ઘરે બધા ની સમંતિ થી વિપશ્યના ની લાગુ શિબિર માટે નવસારી ની પાસે ધમ્મ અંબિકાજવા નીકળ્યા ..સાંજે ૫.૦૦ કલાકે સેન્ટર પર આવી ગયા …જરૂરી ફોર્માલીટી પૂરી કરી અમો ને આપેલા રૂમ માં અમારો સમાન મૂકી દીધો ..

હમણા ઘણા દિવસ થી થોડા ની ખુશ રેહવું ની મનોવૃત્તિ કેળવાતી જાય છે …એક જોડી પેહેરેલ કપડા અને એક બીજા જોડી કપડા લીધા હતા ..ગાડી લઇ જવા ની અનુકુળતા સંતાનો એ કરી હતી …આ લખી રહ્યો છું ત્યારે તીવ્ર આભાર ની લાગણી આવી રહી છે ……..

૫ શીલ નું પાલન

૧.અહિંસા નું પાલન ..એટલે હું એવું કોઈ વર્તન નહિ કરું કે જેના થી મારી હાનિ કે બીજા કોઈ ને હાનિ થાય

૨ સત્ય ..હું સાચું બોલીશ

૩ હું કોઈ નશો પતો નહિ કરું

૪ હું મારી નવકાર માળા કે બીજી કોઈ રીત ની સાધના કે ધ્યાન પધ્ધતિ નો આ બે દિવસ ઉપયોગ નહિ કરું.

૫ હું આર્ય મૌન નું પાલન કરી ….એટલે કે દ્રષ્ટિ કે ઈશારા વડે પણ બીજા સાધક સાથે વાત નહિ કરું ..આચાર્ય સાથે સાધના સંબંધી વાતચીત કરીશ અને રેહવા જમવા ની સગવડ અગવડ માટે ધમ્મ સેવક સાથે વાત કરીશ.

સાધના ..

આતે જાતે સાંસ કા ,રહે નિરંતર ધ્યાન !

મન સુધરે મંગલ સઘે, હોય પરમ કલ્યાણ !! આને અંગ્રેજી માંMeditation On Breathing કેહવાય છે..અને આ ધ્યાન શિબિર માં ગયા વગર કોઈ પણ જાણકાર વ્યક્તિ પાસે થી સેહલાઈ થી શીખી શકાય છે ..

વિપશ્યના ધ્યાન ની રીત શીખવા માટે ૧૦ દિવસ ની શિબિર કરાવી જરૂરી છે..અને આ ધ્યાન કરતા કરતા આપણી પ્રજ્ઞા જાગ્રત થાય છે જેને જ્ઞાન અથવા અંગ્રેજી માંWisdom કહી શકાય

ગંગા જમુના સરસ્વતી ,શીલ સમાધિ જ્ઞાન !

તીનો કા સંગમ હુઆ ,પ્રગટે પદ  નિર્વાણ !!

નિર્વાણ , મોક્ષ ..સાક્ષીભાવ ની પ્રાપ્તિ કે જ્યાં સુખ જ સુખ જ ..ન રાગ રહે ન દ્રેષ ….અનિત્ય ને જોતા જોતાપરમ સત્યસમજાય જાય ..આવી અનુભૂતિ થોડીક ક્ષણો ની ને તે વખતે સબકા મંગલ હો…આમ ઘર માંગલિક તુમ ઘર માંગલિક ..બધેજ મંગલ થાવ 

सर्वे भद्राणि पश्यन्तु ,मां कश्चेद दु:ख भाग भवेत् !

सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया !!

औम शान्तिः औम शान्ति: औम शान्ति:

Let there Be Peace everywhere !!!

One Reply to “Let there be peace everywhere સર્વત્ર શાંતિ વિસ્તરો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *