આ ગંગારામ કોણ છે ?

કદાચ આપણે બધા જ જયારે પસંદગી ની બાબત માં આપણને સમજ ના પડે પછી અને નિર્ણય ન લઇ શકીએ ત્યારે ગંગારામ પરંતુ ગંગારામ એટલે કે આપણે સૌ સરળ પ્રમાણિક અને ધર્મપ્રેમી અને પાપભીરુ માણસો છીએ ..પસંદગી અલગ અલગ હોઈ શકે જેમકે

જીવનસાથી ની પસંદગી

કારકિર્દી ની પસંદગી

કયો વ્યવસાય કરવો

ક્યાં રેહવું તેની પસંદગી

મિત્રો ની પસંદગી

આજે સવારે ઉઠી ને દિવસ કેવી રીતે પસાર કરવો તેની પસંદગી We all are left with choices

અરે આઈસ્ક્રીમ ખાવા જઈએ ત્યારે કયો આઈસ્ક્રીમ પસંદ કરવો તે પણ એક પસંદગી જ છે ને.

પસંદગી ઘણા પરિબળો પર આધારિત હોઈ છે

પરંતુ દરેક પસંદગી વખતે એક અંદર થી અવાજ આવે જ છે અને તેણે અનુસરવા માં જ ડહાપણ છે

તે અવાજ સાંભરવા માટે  સૌ પ્રથમ શાંતિથી એકાંત માં બેસવું પડે

વિગતો (Facts and Figures)લેખા જોખા ભેગા કરવા પડે અને મોટી પસંદગી વખતે સાચા નિર્ણય માટે

વિગતો ભેગી થયા પછી લાગે કે આ પસંદ કરવા જેવુજ છે તેની યોગ્યતા ચેક કરવા આ કેમ પસંદ કેમ નથી કરવું તે વિષે બધીજ દાખલા દલીલો કરવી

અને પછી ફક્ત ૫ મિનીટ શાંતિ થી બેસવું તો અંદર થી જ અંતર માંથીજ માર્ગદર્શન મળશે અને બધીજ સ્પષ્ટતા થઇ જશે અને તે અંદર ના અવાજ ને અનુસરવા ની ટેવ પાડવી તો જીવન ૨૪*૭ પ્રતિ ક્ષણ આનંદમય શાંતિમય બનશે

ડો મહેશ મંગળદાસ શાહ

મો: ૯૮૨૫૧૧૫૮૬૩

મંગલ હોલીસ્ટીક હેલ્થ

નવસર્જન હોસ્પિટલ

સગરામપુરા

સુરત ૩૯૫૦૦૨ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *